વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં આવેલ ભારત પેટ્રોલપંપની ઓફિસમાં કામ કરતા અશોકભાઈ અમુભાઈ સીતાપરા ઉ.44ને ગઈકાલે ઓફિસમાં કામ કરતા હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.