પશુઓ રોડ ઉપરથી પસાર થતા હોય, સાઈડમાંથી બસ કાઢવા જતા સર્જાયો અકસ્માત : બે યુવાન ઇજાગ્રસ્ત હળવદ : હળવદના શક્તિનગર નજીક એક બસ હડફેટે યુવાનનું મોત નીપજ્યું છે. જેને લઈને લોકોએ રોષે ભરાઈને બસમાં તોડફોડ પણ કરી હતી. બનાવને પગલે પોલીસની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના શક્તિનગર અને સુખપર ગામ વચ્ચે આજે સવારે રોડ ઉપર પશુઓ પસાર થઈ રહ્યા હોય એક ખાનગી બસના ચાલકે બસને સાઈડમાંથી કાઢવા જતા ત્યાં રોડ ઉપર ઉભેલા ત્રણ યુવાનોને હડફેટે લીધા હતા. જેમાં નિલેશભાઈ ઉર્ફે ખેંગારભાઈ રાજપુત ઉ.વ.18નું મોત નીપજ્યું હતું. જ્યારે રવિરાજ અને અનિલ નામના યુવાનને ઇજા પહોંચી હતી. આ બનાવને પગલે લોકોએ રોષે ભરાઈને બસમાં તોડફોડ પણ કરી હતી. બનાવ અંગે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.