મોરબી : મોરબીમાં એક ઇમારત ઉપર એસીપી ફર્નિચરનું બોર્ડ બનાવી રહેલા યુવાનનો હાથ નજીકથી પસાર થતી વીજ લાઈનને અડકી જતા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે સમજુબા સ્કૂલની બાજુમાં રહેતા અને સુથારીકામ કરતા દિનેશભાઇ કિશોરભાઈ મહેમદાવાદિયા ઉ.42 નામના યુવાન મોરબી શનાળા રોડ ઉપર રુદ્ર પ્લાઝા બિલ્ડિંગમાં એસીપી ફર્નિચરનું બોર્ડ બનવતા હતા ત્યારે તેમનો હાથ બાજુમાંથી પસાર થતી વીજ લાઈનને અડકી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.