માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના રાપર ગામમાં સિરામીક યુનિટમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી વિગતો અનુસાર રાપર ગામના પાટીયા સામે એક્સસન સીરામીક વીટ્રીફાઇડમાં રહી કામ કરતા સુરેશભાઇ હિરૂસીંગ ગાડરીયા (ઉ.વ.-19)ને ગત તા. 13ના રોજ અજાણ્યા કારણોસર ઈલેકટ્રીક શોક લાગવાથી તેનું મૃત્યુ નીપજયું હતું. બનાવની નોંધ કરી માળીયા પોલીસે આગળની કાર્યવાહી કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..