મોરબીના સોખડા ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટનાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના સોખડા પાટીયાથી સોખડા ગામ તરફ જતા રસ્તે આવેલ ખાખરાવાળી સીમમા રોઝડું આડું ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મોરબીના સોખડા ગામે રહેતા રઘુવીર ઉર્ફે રઘુભા નટુભા બળદા (ઉ.વ. ૪૨) એ બાઈક નં. GJ-36-N-3891 લના ચાલક રવુભા દેવરાજભા બળદા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૯ ના રોજ સાંજના સાતેક વાગ્યા વખતે સોખડા પાટીયાથી સોખડા ગામ તરફ જતા રસ્તે આવેલ ખાખરાવાળી સીમમા આરોપીએ પોતાના બાઇકને પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી રોડમા રોજડુ આડુ ઉતરતા મોટરસાઇકલ ઉપર કાબુ નહી રહેતા મોટરસાઇકલ સ્લીપ થઇ જતા આરોપી પોતાને ઇજા થઇ હતી.જ્યારે ફરીયાદીના ભાઇ ભીખુભા નટુભાને ગંભીર શરીરે ઇજા થતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..