મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર સોખડા ગામના પાટિયા પાસે રોડની સાઈડમાં ઉભેલા આરજે - 52 - GA - 8411 નંબરના બંધ ટ્રક ટ્રેઇલરે પાછળ બાઈક ઘુસી જતા બાઈક ચાલક રફીકભાઈ તાજમહમદભાઈ ભટ્ટી ઉ.37 રહે.માળીયા નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.