મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે જામનગર માળીયા હાઇવે રેલવે ફાટક પાસે ગત તા.19 ઓક્ટોબરના રોજ બાઈક લઈને જઈ રહેલા મોરબીના અણિયારી ગામના વતની હરેશભાઇ લાભુભાઈ ગણેશિયા ઉ.19 બંધ ટ્રક પાછળ અથડાતા હરેશભાઈનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃતકના મોટાભાઈની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.