હળવદ : હળવદ તાલુકાના ચરડવાથી સમલી ગામ તરફ જતા રસ્તે ગત તા.21ના રોજ બાઈક લઈને જઈ રહેલા રમેશભાઈ જાદુભાઈ ઓગાણીયા ઉ.40 રહે.નાડધ્રી તા.મૂળી જી.સુરેન્દ્રનગરવાળાનું બાઈક સ્લીપ થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.