વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રીએ ઓવરબ્રીજ ઉપર રેલીંગ સાથે બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું હતું અને બાઈક પાછળ બેઠેલા બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. વાંકાનેર બાઉન્ડ્રીએ ઓવરબ્રીજ ઉપર વળાંકમાં નેશનલ હાઇવે રોડ પર સુરેશભાઇ મગનભાઇ મકવાણા (ઉ.વ-૪૫ રહે-ચુનારાવાડ,થોરાળા) નામનો યુવાન ગત તા.૨૧ ના રોજ બપોરના આશરે બારેક વાગ્યાના સુમારે મોટર સાયકલ નં.GJ-03-FN-8521 પર ભરતભાઇ નાનજીભાઇ દેત્રોજા અને નિલમબેનને પાછળ બેસાડીને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રોડની સાઇડમાં આવેલ લોખંડની રેલીંગ સાથે મોટરસાયકલ ભટકાડી દેતા ત્રણેય બાઈક ઉપરથી ઉથલી પડ્યા હતા. જેમાં ગંભીર ઇજા થવાથી સુરેશભાઇ મગનભાઇ મકવાણાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.