કાકાની દીકરીની સગાઈમાં જતા હતા અને કાળનો ભેટો થઈ ગયોટંકારા : મોરબી શહેર અને જિલ્લામાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે ટંકારા - અમરાપર રોડ ઉપર કાકાની દીકરીની સગાઈના પ્રસંગમાં જતા યુવાનનું બાઈક ખૂંટિયા સાથે અથડાતા બાઈક ચાલક હજનાળી ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના હજનાળી ગામે રહેતા અને વાડી ગારવાનું કામ કરતા દેવશીભાઈ ઓધવજીભાઈ ધંધુકિયા ઉ.35 રહે.હજનાળી ગામ વાળા આજે તેમની કાકાની દીકરીની સગાઈનો પ્રસંગ હોય બાઈક લઈને જતા હતા ત્યારે ટંકારા - અમરાપર રોડ ઉપર બાઈક આડે ખુટિયો ઉતરતા આ અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં બનાવ અંગે ટંકારા પોલીસે તપાસ શરૂ કરી છે.