હળવદ : રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ શહેરી વિસ્તાર જ નહીં ગ્રામ્ય વિસ્તારમાં પણ માઝા મૂકી રહ્યો હોવાની પ્રતીતિ કરાવતી ઘટનાઓમા વધારો થયો છે,તાજેતરમાં ટંકારા નજીક ખૂંટિયાએ આશાસ્પદ યુવનનો ભોગ લીધા બાદ આવી જ બીજી એક ઘટનામાં બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જેમાં હળવદ તાલુકાના સમલી ગામેથી ચરાડવા તરફ આવી રહેલા દિનેશભાઇ છેલાભાઈ મૂંધવા ઉ.33 રહે.ચરાડવા ગામ નામના યુવાનનું બાઈક ખૂંટિયા સાથે અથડાતા દીનેશભાઈને ગળા તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે