મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં બંધ હાલતમાં રહેલા લુકાસો સિરામિક કારખાનામાં પતરા અને કેચીનું કામ કરી રહેલા વીસીપરા વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ પરસોતમભાઈ પાટડીયા ઉ.35 ગત તા.11ના રોજ 25 ફૂટની ઉચાઈએથી અકસ્માતે નીચે પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમીયાન તા.13ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.