હળવદ : હળવદ તાલુકાના કડીયાણાથી માથક જવાના રોડ ઉપર રણછોડગઢ ગામની સીમમાં બાઈક ચલાવી જઈ રહેલા રતાભાઇ ગોરધનભાઇ દલસાણીયા ઉ.35 નામના યુવાને બાઈક ઉપરથી કાબુ ગુમાવી દઈ બાઈક ઉપરથી પડી જતા ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.