મોરબી : મોરબી તાલુકાના વિરાટનગર રંગપર ગામની સીમમાં આવેલ ગ્રીસ સિરામિક કારખાનામાં બની રહેલા ગોડાઉનની દીવાલને પાણી પીવડાવતી વખતે ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા અજય બાબુભાઇ નિનામા ઉ.19 નામના યુવકનું ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.