મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા નજીક આવેલ બ્લ્યુઆર્ટ ગ્રેનાઈટો કારખાનામાં કામ કરતો મૂળ મધ્યપ્રદેશના વતની મહેશભાઈ નારસિંહ પરમાર ઉ.23 નામના યુવાનને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા મોરબી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.