હળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર સુખપુરના પાટિયા નજીક પગપાળા જઇ રહેલા અજયકુમાર બાબુભાઇ અઘારા ઉ.29 રહે.જોરાવરનગર, સુરેન્દ્રનગર વાળાને જીજે - 23 - એડબ્લ્યુ - 3472 નંબરના આઇસર ટ્રક ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવતા મૃતકના ભાઈ વિજયભાઈ બાબુભાઇ અઘારાએ હળવદ પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.