હળવદ : હળવદ તાલુકાના સુખપર ગામના ફાટક નજીક ગઈકાલે સાંજે ટ્રેન હડફેટે આવી જતા સુખપર ગામે રહેતા ભરતભાઇ નરસીભાઈ વડેચા ઉ.42 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.