ટંકારા : ટંકારાની લતીપર ચોકડીએ શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં રહેતા મૂળ બિહારના વતની મહમદકુર્શીદ મહમદયુસુફ ઉ.34 નામના યુવાનને ગઈકાલે સાંજના સમયે ઝેરી જીવજંતુ કરડી જતા પ્રથમ ટંકારા બાદ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.