વાંકાનેર : રાજકોટ - અમદાવાદ નેશનલ હાઇવે પર ગત તા.11 જાન્યુઆરીના રોજ ચોટીલા દર્શન કરીને પરત ફરી રહેલા યુવાન મિત્રો જીજે -11 - યુયુ - 3665 નંબરની રીક્ષામાં જતા હતા ત્યારે જીજે - 39 - ટીએ - 5147 નંબરના ટ્રક ટ્રેઇલર અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં ગોવિંદભાઇ બાબુભાઇ સોલંકી રહે.ચીખલી, તા.ઉના.જિલ્લો ગિરસોમનાથ વાળાનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.આ અકસ્માતમાં મૃતકના અન્ય મિત્રો તેમજ રીક્ષા ચાલકને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ મોહનભાઇ બાબુભાઇ સોલંકીની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.