મોરબી : માળીયા મિયાણા તાલુકાના વિશાલનગરથી સુલતાનપર ગામ જવાના રસ્તે બાઈક લઈને જઈ રહેલા અજયભાઈ કરશનભાઇ ઝીંઝુવાડિયા ઉ.25 રહે.મિયાણી નામના યુવકના બાઈક આડે ભેંસ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા અજયભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મૃતકના ભાઈએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.