વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સુઝોરો સિરામિક ફેકટરીમાં રહેતા અને અહીં જ કામ કરતા મૂળ બિહારના વતની અજિતકુમાર રામઅયોધ્યા મહંતો ઉ.21ની તેમના વતનમાં સગાઈ થઈ ગઈ હોય પરંતુ છોકરી પસંદ નહિ હોવાથી યુવક ચિંતામાં રહેતો હતો જેમાં ટૂંક સમયમાં લગ્ન થવાના હોવાથી ટેંશનમાં આવી ગયેલા યુવાને ફેકટરીના લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.