મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે બાપા સીતારામવાળી શેરીમા રહેતા મૂળ છત્તીસગઢ રાજ્યના જસપુર વિસ્તારના રહેવાસી ઇરીક ઇલપીન ખાખા ઉ.20 નામનો યુવાન માનસિક અસ્થિર થઇ ગયો હોવાથી ગઈકાલે નાયલોનની મજબુત પટ્ટી લીમડાના ઝાડ સાથે બાંધી પોતે પોતાની જાતે ગળેફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.