મોરબી : મોરબીના નાની વાવડી ગામે ઇન્દિરા આવાસ યોજના વિસ્તારમાં રહેતા મનીષભાઈ નરેશભાઈ મકવાણા ઉ.25 નામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.