મોરબી : મોરબી શહેરના દલવાડી સર્કલ નજીક પચીસ વારીયા કવાટર્સમાં ભાડેથી રહેતા મૂળ સરવડ ગામના રાજેશભાઈ ધરમશીભાઈ દેલવાડીયા ઉ.21 નામના યુવાને અગમ્ય કારણોસર પંખા સાથે સાડી બાંધી આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.