મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ ઓરટોન બાથવેર કંપનીના લેબર કવાટર્સમાં રહેતા છોટુ બર્જલાલ મૌર્ય ઉ.21 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ફેકટરીના લેબર કવાટર્સમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.