મોરબી : મોરબીના સામાકાંઠે માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા પરબતભાઇ બચુભાઇ બારોટ ઉ.43 નામના યુવાને પોતાના ઘેર કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.