મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે કોળી વાસમાં રહેતા રહેતા વિઠ્ઠલભાઇ દેવાભાઈ દેગામા ઉ.47 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઓસરીમાં લાકડા સાથે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.