મોરબી : મોરબીના ઘુંટુ ગામે ધર્મ સૃષ્ટિ સોસાયટી ખાતે રહેતા રોહિતભાઈ દયાળજીભાઈ પરમાર ઉ.23 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.