વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર નજીક આવેલ દ્વારકાધીશ હોટલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે.વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા ચેતનભાઇ પબાભાઇ ગઢાદરા ઉ.20 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર રંગપર નજીક આવેલ હોટેલ દ્વારકાધીશના રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.