મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા અનિલભાઈ કરમશીભાઈ જીવાણી નામના 35 વર્ષના યુવાને અગમ્ય કારણોસર ખાનપર ગામની સીમમાં આવેલ ભરતભાઇ મોહનભાઇની વાડીએ લીંબડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.