હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં રણજીતભાઈ કરશનભાઇ જાદવની વાડીએ ખેતમજૂરી કરતા મૂળ દાહોદના ધાનપુર તાલુકાના વતની જુવાનસિંહ ચતુરભાઈ બારીયાનો પુત્ર રાજેશ ઉ.18 આખો દિવસ રખડયા કરતો હોવાથી પિતા જુવાનસિંહે રાજેશને રખડવાની ના પાડી ઠપકો આપતા મનોમન લાગી આવતા રાજેશે ખડ મારવાની દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.