જૂના અકસ્માત કેસમાં સમાધાન ન થવા દેતા હોવાનો ખાર રાખી ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચાડીવાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેર તાલુકાના પાડધરા ગામે ઠાકર ટી સ્ટોલ પાસે બેઠેલા કિશનભાઈ બાવળીયા અને તેમના મિત્રો પર જૂના અકસ્માત કેસમાં સમાધાન ન થવા દેવા બાબતે ખાર રાખીને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં જેતપરડા ગામના જયેશ સરૈયા, હીરાભાઈ, માંડણભાઈ, મનિષભાઈ, લાલભાઈ અને સ્કોર્પિયોમાં આવેલા અન્ય બે અજાણ્યા શખ્સોએ ધસી આવીને કિશનભાઈ તથા વચ્ચે પડનાર તેમના મિત્રો સનાભાઈ અને રાયધનભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં કિશનભાઈને જમણા હાથમાં ફ્રેક્ચર અને અન્ય મુંઢ ઈજાઓ થઈ હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કુલ 7 શખ્સો સામે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Wankaner #CrimeNews #Assault #WankanerPolice