સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ લેન્ડ ડેકોર કારખાનામાં બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ લેન્ડ ડેકોર કારખાનામાં શ્રમિક યુવાનને લોડર ચાલકે હડફેટે લેતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ લેન્ડ ડેકોર કારખાનામાં કામ કરતા નશીમુદિન મહમદવકીલ મોહમદ અબ્દુલ રજાકને જીજે - 03 - EA - 8528ના ચાલક મનુભાઈ આપુભાઈએ માટી ખાતામાં રિવર્સમાં લોડર ચલાવતી વખતે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતા મહમદવકીલ મોહમદ અબ્દુલ રજાક દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં લોડર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.