મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ પાસેથી પરપ્રાંતિય સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે ભોગ બનનાર સગીરા અને આરોપીની શોધખોળ આદરી છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મૂળ રાજસ્થાનના અને છેલ્લા કેટલાક સમયથી મજૂરીકામ અર્થે બેલા (રંગપર) ગામની સીમમાં સીરામીક યુનીટના લેબર કવાટરમાં રાજસ્થાની પરિવારની 15 વર્ષની સગીરાનું લલચાવી-ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે લગ્નની લાલચ આપીને બેલા (રંગપર) ગામમાં સિરામિક યુનિટના લેબર કવાટરમાં રહેતા મૂળ રાજસ્થાની આરોપી કિશન રમેશચંદ્ર મેઘવાલ દ્વારા ગત તા. 16ના રોજ અપહરણ કરવામાં આવેલ છે. ભોગ બનનાર સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરા અને આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે.