મોરબી : મૂળ મોરબીના વનાળીયા ગામના વતની અને હાલમાં મોરબી શહેરની ગાયત્રી સોસાયટી શેરી નંબર 5માં રહેતા કરિયાણાના વેપારી હરેશભાઇ મગનભાઇ પાડલીયા ઉ.45 ગત તા.11ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામા પોતાના ઘરેથી જમીન બતાવવા જાવ છું કહીને નીકળ્યા બાદ લાપતા બની જતા પરિવારજનો ચિંતિત બન્યા છે અને અને બે દિવસથી શોધખોળ કરવા છતાં મળી ન આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે, લાપતા થનાર હરેશભાઇ મગનભાઇ પાડલીયાની ઉંચાઈ આશરે સાડા પાંચ ફૂટ જેટલી છે. જો કોઈને હરેશભાઇ મગનભાઇ પાડલીયા વિષે જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અનુરોધ કરાયો છે.