હળવદ : હળવદ શહેરમાં શિવપાર્ક સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ જાદવજીભાઇ કણઝારીયા ઉ.28 નામના યુવક પોતાનું જીજે - 36 - ડી - 1560 નંબરનું બાઈક લઈને જતા હતા ત્યારે જીજે - 36 - એએલ - 5056 નંબરના સ્ક્રોર્પિયો કારના ચાલકે અચાનક જ પોતાની કાર કટ્ટમાંથી વાળી દઈ વિષ્ણુભાઈને હડફેટે લેતા આ અકસ્માતમાં વિષ્ણુભાઈને બન્ને હાથમાં ઇજાઓ પહોંચતા અકસ્માતની ઘટના અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.