મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર સેન્સો ચોકડીથી સરતાનપર ચોકડી વચ્ચે આરજે - 07 - જીઇ - 2827 નંબરના ટ્રક ચાલકે જીજે - 36 - કયું - 9863 નંબરનું બાઈક લઈને જઈ રહેલા જીતુ રાજેશભાઇ જાટવ ઉ.19 રહે.સેન્સો ચોકડી નામના યુવાનને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં જીતુનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પિતા રાજેશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.