હળવદ : ગઈકાલે તારીખ 28 સપ્ટેમ્બર ને ગુરૂવારના રોજ હળવદના સરા રોડ પર આવેલા નંદન બંગ્લોઝ ખાતે હળવદના યોગ કોચ પૂજાબેન કાવર અને યોગ ટ્રેનર સોનલબેન દ્વારા યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ સંવાદ કાર્યક્રમમાં કચ્છ ઝોનના યોગ કો- ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ તથા મોરબી જિલ્લા કો- ઓર્ડીનેટર વાલજીભાઈ ડાભી હાજર રહ્યા હતા. જેઓનું સન્માન ગઢીયા જીગ્નેશભાઈ અને ગઢીયા વિનોદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છ ઝોન કો- ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ દ્વારા યોગનું આપણા જીવનમાં મહત્વ અને યોગ વિશે ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વાલજીભાઈ ડાભી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વિશે જાણકારી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત યોગ ટ્રેનર તાલીમ કેવી રીતે લેવી તેમજ યોગ શીખીને આર્થિક રોજગારી કેવી રીતે મેળવવી વગેરે જાણકારી આપવામાં આવી હતી.યોગ સાથે સાથે આસન, પ્રાણાયામ, એક્યુપ્રેસર, મુદ્રા વિશે ખૂબ જ સરસ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આશરે 225 જેટલા લોકોએ હાજરી આપી હતી. હળવદ તાલુકામાં યોગ ટ્રેનર બનવા માટે પૂજાબેન કાવરનો મો.નં. 96018 29292 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતુ.