મોરબી : આગામી તા.૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે દેશભરમાં યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.એ જ રીતે મોરબીમાં લાઇફ મશીન દ્વારા મંગળવારે અરવિંદ બારૈયાના સૌજન્યથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં યોગાચાર્ય સ્વામી રાજશ્રીમુનિના શિષ્ય રાજેશ્વરી મૈયાના સાનિધ્યમાં યોગ દિન નિમિતે આગામી તા.૨૧ને મંગળવારના રોજ સવારે ૬ થી ૮ વાગ્યા સુધી રાધે પાર્ટી પ્લોટ,, લિલાપર કેનાલ રોડ,મોરબી ખાતે યોગ શિબિરનું ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદ બારૈયાના સૌજન્યથી આયોજન કરવામાં આવ્યું છે.