મોરબી : આજરોજ મોરબી જિલ્લામાં અષાઢી બીજની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં આવેલી પટેલ કન્યા છાત્રાલય ખાતે આજે અષાઢી બીજ નિમિત્તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.અષાઢી બીજ નિમિત્તે યોજાયેલા આ યજ્ઞમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થિનીઓએ અને આગેવાનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી. આ યજ્ઞ પ્રસંગે સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી અને અન્ય ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞનો લ્હાવો લીધો હતો.