મોરબીના મોટા રામપરના નારી ચાણીયા હનુમાનજી મંદિરે યજ્ઞ યોજાયો મોરબી : મોરબીના મોટા રામપર ગામે આવેલા નારી ચાણીયા હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિ પ્રસંગે યજ્ઞ યોજાયો હતો જેમાં મોટા દહીંસરા નિવાસી જયંતિભાઈ સાણજા તથા સાણજા પરિવારે યજ્ઞનો લ્હાવો લીધો હતો. સાથે જ નારી ચાણીયા હનુમાનજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 28 એપ્રિલે 3 વાગ્યાથી 1 મેના રોજ સાંજે 5-15 કલાક સુધી યોજાશે. તો આ મહોત્સવમાં સર્વેએ હાજરી આપવા અનુરોધ કરાયો છે.