પરશુરામ ધામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્માની શાંતિ અર્થે યજ્ઞ તેમજ પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મોરબીના પરશુરામ ધામ ખાતે અનંત વિભૂષિત શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્માની શાંતિ અર્થે યજ્ઞ તેમજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞના આચાર્ય પદે જીતુભાઇ પીઠડવાળા હતા.સાથે સમાજના અગ્રણીઓએ તેમજ બહોળી સંખ્યામાં બ્રહ્મબંધુઓએ હાજરી આપી શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમાં અગ્રણીઓ અનિલભાઈ મહેતા, હસુભાઈ પંડયા, ભુપતભાઇ પંડ્યા, મુકુંદભાઈ જોશી, ચિંતન ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, નિરજભાઈ ભટ્ટ, જગદીશભાઈ દવે, મહેશભાઈ ભટ્ટ, એન. એન ભટ્ટ, દીપકભાઈ દવે, દિનેશભાઇ રાવલ, યગ્નેશ જાની, કિરણબેન ઠાકર, જયશ્રીબેન જોશી સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમ માટે મનોજભાઈ પંડ્યા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.