ટંકારા : આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય ધારાસભ્ય સહિતના ભાજપના નેતાઓ દ્વારા લજાઈના માનવ મંદિર ખાતે યજ્ઞ કરવામાં આવ્યો હતો. માનવ મંદિર લજાઈ સંસ્થામાં દરરોજ નિયમિત, વિશ્વ શાંતિ અર્થે યજ્ઞ કરવામાં આવે છે. તેમાં આજરોજ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા પંચાયતમાં આગેવાન સદસ્ય જયંતીભાઈ પડસુંબીયા, અરવિંદભાઈ વાંસદડિયા, તેમજ મોરબી જિલ્લા ભાજપના કાર્યકર ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી યજ્ઞમાં સહભાગી થયા હતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય તેઓના દીર્ધ આયુષ્ય અને નિરામય સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવવા પ્રાર્થના કરવામાં આવી હતી.