મોરબી : મોરબીના નાની બજાર મેઇન રોડ પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલા ફખરી હાઇટ્સના રહીશોએ ગેટની સામે અડચણરૂપ થાય તે રીતે પાર્કિંગ કરનારા સામે પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી છે.ફખરી હાઇટ્સના રહીશોએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, ફખરી હાઇટ્સની આજુબાજુ મેઇન રોડ પર અમુક લોકો કાર એપાર્ટમેન્ટના મેઈન ગેટની સામે અડચણરૂપ થાય તે રીતે પાર્કિંગ કરે છે. જેથી ફખરી હાઇટ્સના રહીશોને એપાર્ટમેન્ટમાંથી વાહન કાઢવામાં તકલીફ પડી રહી છે. તેથી આ પ્રકારે કાર પાર્કિંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસને રજૂઆત કરવામાં છે.