હળવદ : 'જરા યાદ ઊંન્હેં ભી કરલો જો લોટ કે ઘર ના આયે' આજે વિર ભગતસિંહનો જન્મદિવસ હોવાથી હળવદમાં દેશના મહાન ક્રાંતિકારી વિર ભગતસિંહની જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાશે.હળવદના રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા દેશના મહાન ક્રાંતિકારી વિર ભગતસિંહ કે જેમણે ભારત માતાને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી એ પણ યુવાનીમાં ફાંસીના માંચડે હસતા હસતા ચડી ગયા અને ઇન્કલાબ જિંદાબાદના નારા બોલાવી અને દેશની અંદર આઝાદીની ચળવળ મજબૂત બનાવી હતી ત્યારે આજે વિર ભગતસિંહની જન્મજયંતી હોવાથી તેઓને પુષ્પાંજલિ સ્વરૂપ વિરાંજલી આપવાનો કાર્યક્રમ આજે સાંજે ૬ કલાકે, સરા નાકા, ન્યુ જૈન સ્વીટ માટૅ પાસે રાખેલ છે. તો આ કાર્યક્રમમાં હળવદ ગામ સમસ્તના રાષ્ટ્રપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું જાહેર આમંત્રણ છે