મોરબી : મોરબી શહેરના ભડિયાદ રોડ ઉપર ભડિયાદ કાંટા નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી રાજુભાઈ કેશુભાઈ ચૌહાણ ઉ.58 નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 7100 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમાં વરલી મટકાની કપાત આરોપી અફઝલ ઉર્ફે જલો અકબરભાઈ સમાં રહે.સો ઓરડી વાળા પાસે કરાવતો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.