મોરબી : મોરબીના ભડિયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ઇરફાન રફીકભાઈ સમાં રહે.સો ઓરડી મોરબી વાળાને રોકડા રૂપિયા 1350 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.