માળીયા : માળીયા મિયાણા પોલીસે માતમ ચોક નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા હનિફભાઇ ઉર્ફે અંધો જુમાભાઇ સમાણી નામના ઇસમને ઝડપી લઈ રોકડા રૂપિયા 470 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.