મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી કબીર ટેકરી શેરી નંબર-1માં જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા આરોપી સલીમભાઇ મુબારકભાઈ ચાનીયાને ઝડપી લઈ વર્લી મટકાનું સાહિત્ય તેમજ સહીત રોકડા 750 કબ્જે કરી પ્રાથમિક પૂછતાછ કરતા આરોપી દિપકભાઈ રહે.વાવડી રોડ પાસે વર્લી ફિચર્સના આંકડા કપાત કરાવતો હોવાનું કબુલતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.