મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી હાજીભાઈ જુમાભાઈ પીલુડીયા, રહે.જોન્સનગર ક્યુ-2 ક્વાટર્સમા મોરબી નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1550 કબ્જે કર્યા હતા. વધુમાં આરોપી હાજીભાઇ વરલી મટકાના આંકડાની આરોપી હુશૈનભાઈ રહે. વીશીપરા કુલીનગર મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાની કબૂલાત આપતા હુસેનભાઈને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.